મંગળવાર, ઑક્ટોબર 21, 2008

ગઝલ - ધ્વનિલ પારેખ

હાથતાળી રોજ આપી જાય છે સપનું,
એક ચહેરો સાવ ભૂંસી જાય છે સપનું.

દોસ્ત ! એને પામવાનો છે સહારો તું,
હું લગોલગ છું ને નાસી જાય છે સપનું.

કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને,
કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું.

આંખ જેવા સાંકડા મેદાનમાં યુદ્ધો,
એટલે તો દોસ્ત ! હારી જાય છે સપનું.

રોજ તારી આંખમાં આવીને શું કરવું ?
દોડતાં ક્યારેક હાંફી જાય છે સપનું.

4 ટિપ્પણીઓ:

  1. રાતે તો આવીને કૈં કૈં કરી જાય છે સપનું.
    મને તો દા'ડેય કૈં કૈં કરી જાય છે સપનું.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/22/2008 12:02 AM

    ધ્વનિલભાઈની સુંદર ગઝલ લાવ્યા હો ગુંજનભાઈ!

    કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને,
    કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું.

    વાહ!મજા આવી ગઈ.....
    અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/22/2008 5:44 PM

    કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને,
    કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું.

    -વાહ ધ્વનિલ, વાહ! મજાની ગઝલ...

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત10/23/2008 7:02 PM

    મને ગમતી ગઝલ ....
    સપના વિશે ઘણું લખાયું છે પણ આ ગઝલ કંઈક વધારે જ સ્પર્શી જાય છે.
    એકસૂત્રતા, લયબદ્ધ અને અંતિમ ચોટ જાણે એક રસપ્રદ હૃદયસ્પર્શી વાર્તા !!

    જવાબ આપોકાઢી નાખો