સચિવાલયમાં જેટલા મોટા કામ કરે છે એવું જ કામ કલમ વડે કવિતામાં કરતાં હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ. કબીર ચાદર વડે જો લોકોની જિંદગી વણતા હતા તો કવિ ગઝલ વડે એ કામ ના પાર પાડે?
મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.
ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !
એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.
છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !
એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !
ક્લાસ-વન દિમાગના,એથીય એક પાયરી ઉપરના દીલની લા-જવાબ ગઝલ.
જવાબ આપોકાઢી નાખોવાહ,સર!
ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !
-અભિનંદન.
"फिकर सबको खा गई,फिकर सबका पीर ।
જવાબ આપોકાઢી નાખોफिकरकीभी फाकी करे,उसका नाम फकीर"॥
કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
જવાબ આપોકાઢી નાખોપોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !
વાહ્
યાદ આવી
હથેળીની આડી-અવળી રેખાઓંમાં,
સદ્-ભાગ્યની એક લકીર શોધુ છું;
છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
જવાબ આપોકાઢી નાખોખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !
કેવલ સત્ય !!
હું છુ, ‘ને મારુ શરીર વીંટળાયું છે મને..
શ્વસતુ
, દોડતું, વિચરતું, વિચારતું
કંઇક કર્મોમાં રમમાણ કરતું,
આ જીવન ચાલી રહ્યું છે..
બસ, કવિશ્રી હર્ષભાઇને સ્ફૂર્યુ છે એમ ..
‘‘..ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !’’
જીવન વહે છે..પણ અંદરનો આત્મા તો -
‘‘છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને’’
મઝા આવી ગઇ આ કવિતાને માણવાની...
કૈવલ સત્ય..
જવાબ આપોકાઢી નાખોબસ હું છુ, અને મને વીંટળાઇને રહેલું મારું આ શરીર..
શ્વસુ છુ, ચાલુ છુ, દોડુ છુ, વિચરુ છુ, વિચારુ પણ છુ..જેમ નદી ખળ ખળ વહેતી હોય તેમ કર્મોની વણઝાર ચાલે છે.. બસ, એક લયબધ્ધ, તાલબધ્ધ, એકધારી ને સ્થિર..
જે સ્થિર છે..તે શ્વાસને પકડીને બેસી રહ્યો છે..‘ને બસ જીવંત-ચૈતન્યસ્વરૂપ છુ!!
કવિશ્રી હર્ષભાઇને જોરદાર સ્ફૂર્યુ છે ..
‘‘..છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !..’’
‘‘મારી કને તો માત્ર આ મારું શરીર છે,’’
‘‘..ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !..’’
આ રચના માણવાની મઝા આવી ગઇ...
કૈવલ સત્ય..
જવાબ આપોકાઢી નાખોબસ હું છુ, અને મને વીંટળાઇને રહેલું મારું આ શરીર..
શ્વસુ છુ, ચાલુ છુ, દોડુ છુ, વિચરુ છુ, વિચારુ પણ છુ..જેમ નદી ખળ ખળ વહેતી હોય તેમ કર્મોની વણઝાર ચાલે છે.. બસ, એક લયબધ્ધ, તાલબધ્ધ, એકધારી ને સ્થિર..
જે સ્થિર છે..તે શ્વાસને પકડીને બેસી રહ્યો છે..‘ને બસ જીવંત-ચૈતન્યસ્વરૂપ છુ!!
કવિશ્રી હર્ષભાઇને જોરદાર સ્ફૂર્યુ છે ..
‘‘..છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !..’’
‘‘મારી કને તો માત્ર આ મારું શરીર છે,’’
‘‘..ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !..’’
આ રચના માણવાની મઝા આવી ગઇ...