આદિલ સાહેબની હમણાં અમદાવાદ મુલાકાત વખતે એમની સાથે કરેલું ડિનર અને પછી એમને મૂકવા ઢાલગરવાડના ઢાળે પણ ગયો હતો એ વીજળીના ઝબકારાની જેમ યાદ આવી ગયું જ્યારે એમના જવાના સમાચાર મળ્યા...પણ ઢાલગરવાડ એમને અમેરિકામાં કેટલું તીવ્રતાથી યાદ આવતું એ જુઓ.
કાંકરિયાની પાળે બેઠા
યાદોના અજવાળે બેઠા
આંખ જરા મીંચાઈ ત્યાં તો
ઢાલગરવાડના ઢાળે બેઠા
આખ્ખી દુનિયાને દોડાવે
કાંટાઓ ઘડિયાળે બેઠા
કાચા પાઠો પાકા કરવા
આદિલ ગઝલનિશાળે બેઠા
એમના આ બે શેર જુઓ-
તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે
સામા મળે તો 'કેમ છો' ય પૂછતા નથી
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે
એમની એક પ્રમાણમાં નવી-સવી ગઝલના (૨૦૦૬ની) છેલ્લા શેરથી એમને અંજલિ આપીએ-
અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ
પ્રતિબિંબ આંખ ચોળતાં જાગી પડે કદાચ
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ
એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે
ને ધોધ વચ્ચે આપનું માથું ધરી જુઓ
મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
આદિલ આ છેલ્લો સિક્કો હવે વાપરી જુઓ
સામા મળે તો 'કેમ છો' ય પૂછતા નથી
જવાબ આપોકાઢી નાખોએકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે...
sachi vat che....aaje teo chalya gaya pachi badhana blog ma emni vato che..pahela jo badhae muki hot emni gazal ane emne janyu hot ke loko na blogs ma mari gazal che to teo ne vadhare aanad thayo hot....
http://neeta-kotecha.blogspot.com/
http://aakroshh.blogspot.com/
http://neeta-myown.blogspot.com/
આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!
જવાબ આપોકાઢી નાખોસુધીર પટેલ.
અંતમાં તેં વિખેરી નાખીને-
જવાબ આપોકાઢી નાખોવિશ્વભરમાં કર્યો અનંત મને.
- ઊંચા ગજાની વાત...
મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
જવાબ આપોકાઢી નાખોZAHIR DESAI ( USA - CHICAGO )