બુધવાર, ફેબ્રુઆરી 27, 2008

આવી ચડે અચાનક એમાં મજા નથી

ઘણા વખતે મારી એક ગઝલ મૂકી રહ્યો છું...

આવી ચડે અચાનક, એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

એકાદ હો, તો માંડીને વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે
સારું થયું, કે ઘર પર કોઈ ધજા નથી

ખરતી વખત એ પાંદડુ તો વૃક્ષને કહે,
ખરવામાં છે, એવી ટકવામાં મજા નથી.

બાંધી ઇમારતો જે આકાશ જઈ અડે
ઈશ્વરની રૂબરૂ કરે, એવા છજા નથી.

**************************************

શાળા બહાર બાળકે 'વિસ્મય' વીશે પૂછ્યું
લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’
(આ શેર ને ગઝલની બહાર મૂકી રહ્યો છું - કાફિયા અને છંદ દોષને કારણે, પણ કોઈ કારણસર એ લખાયાની સાથે મને ઘણો ગમી ગયો અને સ્વતંત્ર શેર તરીકે રાખવા માંગુ છું.)

10 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત2/27/2008 2:54 AM

    I really liked this one..
    મંદિર જેમ ઈશ્વર પત્થર બની જશે
    સારું થયું કે ઘર ઉપર કોઈ ધજા નથી

    But didnt understand this sher.
    શાળા બહાર બાળકે વિસ્મય વીશે પૂછ્યું
    લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’

    જવાબ આપોકાઢી નાખો
  2. લારી ઉપર જેમ આંબોળીયા લેવા બાળક આવે એમ આ બાળક 'વિસ્મય' લેવા આવ્યું હતું!

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત2/27/2008 10:11 AM

    વિષયોનું નાવિન્ય અને તાજગી સરસ છે. મત્લાનો શેર સરસ થયો છે. મક્તાના શેરની વાત પણ ચોટદાર છે.

    કેટલીક જગ્યાએ છંદ જળવાયો નથી એમ લાગે છે. પ્રથમ શેરને જોતા છંદ "ગાગા લગાલ ગાગા ગાગા લગા લગા" એવો લાગે છે. બધી પંક્તિઓમાં છંદ જળવાય તો ઓર મજા આવે.

    હેમંત પુણેકર

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત2/27/2008 10:26 AM

    આવી ચડે અચાનક એમાં મજા નથી,
    તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

    એકાદ હો તો માંડીને વાત પણ કરું,
    એના ઘણા ગુનાની કોઈ સજા નથી

    મંદિર જેમ ઈશ્વર પત્થર બની જશે
    vaah .... shu haju evu nathi thayu !!

    ખરતી વખત એ પાંદ્ડાએ વૃક્ષને કહ્યું,
    ખરવામાં છે એવી ટકવામાં મજા નથી.
    bahuu j saras...!!

    જવાબ આપોકાઢી નાખો
  5. ખરતી વખત એ પાંદ્ડાએ વૃક્ષને કહ્યું,
    ખરવામાં છે એવી ટકવામાં મજા નથી


    wah khub saras

    જવાબ આપોકાઢી નાખો
  6. પહેલાં બે શેર ખૂબ જ સરસ થયા છે પણ પછી મોટાભાગની કડીઓમાં છંદ અને યતિ-સ્થાન બંને જળવાયા નથી. છેલ્લો શેર થોડો તર્ક-અસંગત પણ લાગે છે...

    -વિવેક ટેલર

    જવાબ આપોકાઢી નાખો
  7. અજ્ઞાત2/27/2008 11:57 AM

    એકાદ હો તો માંડીને વાત પણ કરું,
    એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

    ક્યા ખૂબ કહી !!

    સુંદર ગઝલ... અભિનંદન..

    જવાબ આપોકાઢી નાખો
  8. સરસ ગઝલ છે. ૩ અને ૪ નંબરના શેર વધુ ગમ્યાં.

    જવાબ આપોકાઢી નાખો
  9. અજ્ઞાત2/28/2008 6:40 AM

    ખરતી વખત એ પાંદ્ડાએ વૃક્ષને કહ્યું,
    ખરવામાં છે એવી ટકવામાં મજા નથી.

    શાળા બહાર બાળકે 'વિસ્મય' વીશે પૂછ્યું
    લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’


    સુંદર શબ્દો છે.

    જવાબ આપોકાઢી નાખો
  10. Thanks for your comments on technicalities and re-publishing after making changes. Let me know if it looks OK now.

    Sorry for not doing it sooner but had been keeping very busy with company work and had to fly out of country for company work.

    Keep up giving your constructive comments - This is the true spirit of blogging.


    Regards
    Gunjan

    જવાબ આપોકાઢી નાખો