શ્રી પરેશ ભટ્ટની અમર રચના – “એકલ દોકલ વરસાદે” તમારી સમક્ષ પ્રસ્તુત છે...અને એ પણ એમના પોતાના અવાજમાં!!...ગીત લખ્યું છે શ્રી મુકેશ માવલણકરે... મારે ખાસ આભાર માનવો છે શ્રી લલિતભાઈ શાહનો, આ ગીત જે મારી પાસે ઓડિયો કેસેટ સ્વરૂપે પડ્યું હતું એનું ડીજીટલ સ્વરુપ આપવાની વ્યવસ્થા કરી આપવા માટે...
તો તમારી અને આ અદભૂત ગીતની વચ્ચે વધારે આવ્યા વગર..બીજી કોઈ પણ પ્રસ્તાવના વગર બારોબાર આ ગીત રજૂ કરું છું....
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’
વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહું’
_____________________________________________________________________________
સુંદર રચના... સાંભળવાની સ-વિશેષ મજા આવી... આભાર...
જવાબ આપોકાઢી નાખોThank You Verymuch...
જવાબ આપોકાઢી નાખોBest Regards,
BHAVIN GOHIL
અરે વાહ! સાંભળવાની મઝા પડી ગઈ.
જવાબ આપોકાઢી નાખો