જે ખોવાયું છે એ મળશે પહેલા ઘર તપાસ,
કરે છે ઘર છૂપાયેલા એ પહેલા ડર તપાસ.
નથી સપડાયુ કોઈ કેમ સમજાશે કદાચ,
નથી પાણીમાં સોનાની જરા એ કર તપાસ.
પતંગો પર લખી એને ચગાવી જો કદીક,
વિચારો ગોથ મારે કે ચડે અધ્ધર તપાસ.
...
હતા એ યુધ્ધમાં સામે ઘણી વેળા છતાંય,
બધાને કેમ ના લાગે કોઈ ટક્કર તપાસ.
એ ઝાંપો, દાદરો ને હીંચકો ને ભૂતકાળ,
મળે, જો દૃશ્યને ફાડી કરે અંદર તપાસ.
(૦૩-૨૬.૦૧.૧૪)
જે ખોવાયું છે એ મળશે પહેલા ઘર તપાસ,
જવાબ આપોકાઢી નાખોકરે છે ઘર છૂપાયેલા એ પહેલા ડર તપાસ.
પતંગો પર લખી એને ચગાવી જો કદીક,
વિચારો ગોથ મારે કે ચડે અધ્ધર તપાસ.
Waaaaahhhh