અને આજે અમેરિકાના બહુ મોટા કવિ Billy Collinsનૂં એક કાવ્ય જેનો મેં અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે - અહીંયા Office અને Middle Management એ બહુ અગત્યના શબ્દ છે.....
અમુક દિવસો એવા હોય છે જ્યારે હું લોકોને ટેબલ ઉપર તેમની જગ્યાએ ગોઠવું છું,
ઘૂંટણથી તેમના પગ વાળું છું,
(જો આ 'ફીચર' એ લોકોમાં હોય તો,)
અને એમને નાનક્ડી લાક્ડાની ખુરશીમાં જકડી દઉં છું.
આખી બપોર એ લોકો એકબીજાની સામે હોય છે,
બ્રાઉન 'સુટ'માં એ માણસ,
અને બ્લ્યુ 'ડ્રેસ'માં એ સ્ત્રી,
બીલકુલ હાલ્યા-ચાલ્યા વગર, સંપૂર્ણ શીસ્તબધ્ધ.
પણ બાકીના દિવસોમાં, મને પણ એ રીતે,
પાંસળીથી પકડી ઉંચકવામાં આવે છે,
અને કોઈ ઢીંગલી ઘરના ડાઈનીંગ રુમમાં ઊતારવામાં આવે છે,
મારા જેવા બીજાઓ સાથે એક મોટા ટેબલ પર બેસવા માટે.
તમને થશે આ તો અજબ-ગજબની વાત છે,
પણ તમને કેવું લાગશે,
જો તમને કોઈ દિવસ એ જ સમજ ના પડે
કે તમે એ દિવસ કેવી રીતે વીતાવવાના છો
ભગવાનની માફક માથું ઊંચુ રાખીને લોકોની વચ્ચે ફરીને,
જ્યાં તમારા ખભા આકાશના વાદળોની વચ્ચે હોય,
કે પછી ઘણા બધા વોલ-પેપરની વચ્ચે બેસી,
તમારા નાનકડા પ્લાસ્ટીકના ચહેરા વડે બસ સામેની દિશામાં તાક્યા કરીને?
Some Days
by Billy Collins
Some days I put the people in their places at the table,
bend their legs at the knees,
if they come with that feature,
and fix them into the tiny wooden chairs.
Complete Poem is here - http://www.poets.org/viewmedia.php/prmMID/19753
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો