સોમવાર, ઑક્ટોબર 06, 2008

ગઝલ- અમૃત ઘાયલ

આ ગઝલ મૂકવા માટેનું ખાસ કારણ પહેલો, ચોથો અને પાંચમો શેર છે. શાયરી કરતા દરેકને એ શીખવાડે છે કે કઈ હદ સુધીનું સમર્પણ હોય અને બાકી બધુ સુખ એની વિસાતમાં કંઇ જ ના લાગે ત્યારે તમને શાયરી જાતે શોધીને તમારી આંગળીએથી અવતરે છે.


મોજ સઘળી એમનાથી હેઠ છે,
શાયરી બહુ ખુબસૂરત વેઠ છે.

બહુ સુરક્ષિત દીસતા આ પંથમાં,
કમ નથી ભયસ્થાન સારી પેઠ છે.

કોઇની છોડી હવે ના છૂટશે,
આ, કસુંબો પી કસેલી, ભેઠ છે.

જ્યારથી રૂઠી છે એ કાળી ઘટા,
ત્યારથી બારેય મહિના જેઠ છે.

સુખ ગણી જેને પ્રસંશે છે જગત,
એ અમે છાંડી દીધેલી એંઠ છે.

જાણતા ના હો તો જાણી લો હવે!
આ જ મારગ છે અને એ ઠેઠ છે.

લાક્ષણિકતા એ જ છે ઘાયલ તણી
છે સ્વ્યં નોકર, સ્વયં એ શેઠ છે.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/06/2008 10:19 PM

    વાહ.. ખૂબ જ સુંદર રીતે ઘાયલ કરી દે એવી ઘાયલ-ગઝલ... બધા જ શેર ગમી ગયા.

    જવાબ આપોકાઢી નાખો
  2. જાણતા ના હો તો જાણી લો હવે!
    આ જ મારગ છે અને એ ઠેઠ છે.
    લાક્ષણિકતા એ જ છે ઘાયલ તણી
    છે સ્વ્યં નોકર, સ્વયં એ શેઠ છે.
    બધા જ સુંદર શેરોમા
    આ ખાસ ગમ્યા
    પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો
  3. WAH SU VAT SE AMRUT GHAYAL TAMARI GAZAL NI.......

    જવાબ આપોકાઢી નાખો