સહજ તને હું સ્મરું
મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું
સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરું
પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું
Beautiful lyric from Hiten Anandpara.
જવાબ આપોકાઢી નાખોSudhir Patel.
સરસ પંક્તીઓ
જવાબ આપોકાઢી નાખોપંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું
જિઁદગીની ક્ષણોના પલટાતા રઁગોથી વિચલિત થયા વિના તેને પરમાત્માની એક અકળ પણ માણી શકાય તેવી લીલા સમજીને જીવીએ.બહારના રઁગો ભલે બદલાય, આપણી અઁદરનો પ્રેમનો, શૌર્યનો, બલિદાનનો રઁગ ના બદલાય અને એ બધાજ રઁગોમાઁ છેવટે ચૈતન્યનો એક જ રઁગ પારખીએ! સમય આપણને સાથ આપે કે ના આપે, આપણે સમયને સાથ આપવો, એની સાથે રહેવુ, એની સાથે ચાલવુઁ ને સાથે ચાલતાઁજ તે આપણને અનુકુળ બને તે માટેનો પુરુષાર્થ પણ કરતાઁ રહેવુ-પ્રજ્ઞાજુ