આજે શ્રી આશિત દેસાઈનું એક ખૂબસૂરત સ્વરાંકન એમના જ અવાજમાં – શ્રી રવિન્દ્ર પારેખના શબ્દો. ગીતમાં તાલનો કરેલો વિશિષ્ટ ઉપયોગ અને આલાપ દેસાઈએ એમાં જે રીતે સાથ નિભાવ્યો છે એ પણ દાદ પાત્ર છે....અને રસાસ્વાદ શ્રી તુષાર શુક્લ દ્વારા એમના પોતાના મિજાજમાં!
કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?
ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે એનો છેડો ભીંજાશ સુધી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો....
શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો....
નોંધ: શબ્દો સાંભળીને લખ્યા હોવાથી ક્યાંક ભૂલ જેવું લાગે તો તુરંત ધ્યાન દોરવા વિનંતિ.
રવીન્દ્ર પારેખના જીવન વીશે વાંચો-
જવાબ આપોકાઢી નાખોhttp://sureshbjani.wordpress.com/2007/07/11/ravindra-parekh/
તુષાર શુકલ -
http://sureshbjani.wordpress.com/2007/07/14/tushar_shukla/
આશિત દેસાઈની જીવનઝાંખી મેળવી આપશો?
સુંદર ગીત-
જવાબ આપોકાઢી નાખોમધુરી ગાયકી
અને
પ્રસ્તાવના સહજ ભૂલ સ્વીકારની!