આજે શ્રી વેણીભાઈ પુરોહિતનું એક ગીત, જેના સબળ શબ્દોને પરેશ ભટ્ટનું સ્વરાંકન સાંપડ્યુ. પછી શું થાય?, સોનામાં સુગંધ ભળે એવું જ કઈંક, બરોબરને?
હવે પરેશ ભટ્ટના જ અવાજમાં એમનું પોતાનું સ્વરાંકન સાંભળવા મળે તો? તો શું થાય એનો જવાબ શોધતાં-શોધતા આ ગીત સાંભળો.....
જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?
સુખને દુ:ખનું સંગમ તિરથ, જીવન એનું નામ
આવન, જાવન, ગહન અનદિ, કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ...
તપ લેખો તો તપ છે જીવન, નહિતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ.
જોગી ચલો ગેબને ગામ....
ડાબા-જમણા ખભા ઉપર છે, કંઈ ભવ-ભવનો ભાર,
પાપ-પુણ્યની વચ્ચે ચાલે અરસ-પરસ સંહાર.
તું પોતે છે પરમ પ્રવાસી, તું જ પરમનું ધામ.
જોગી ચલો ગેબને ગામ....
ગીત સરસ છે પણ ઑડિયો લિન્કમાં કંઈ ગરબડ લાગે છે.
જવાબ આપોકાઢી નાખોEnjoyed both...
જવાબ આપોકાઢી નાખોEnjoyed both..
જવાબ આપોકાઢી નાખોन સાંભળી શક્યો....!!
જવાબ આપોકાઢી નાખો