લગભગ આઠ માસ જુની ગઝલ જે આપે અહીં માણી હતી એ થોડા શેર બદલીને ફરીથી...
આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે?
રાત પાછળ રાત થઈ છે
બંધ સૂરજની સફર છે?
કાગડો કહે, એકલું ઘર,
કો'કની લાગી નજર છે.
પારદર્શક હો છતાં પણ
કાચ કરચોથી સભર છે.
જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે?
ઢાંકણું હિજરાય છે કેમ?
કાચ તૂટ્યાની અસર છે?
એ કહે તો આથમે દિન
એવા કૂકડાની ખબર છે?
રાત પાછળ રાત થઈ છે
જવાબ આપોકાઢી નાખોબંધ સૂરજની સફર છે?
પારદર્શક હો છતાં પણ
કાચ કરચોથી સભર છે.
સરળતામાં ગહનતા! સુંદર ગઝલ!
કમલેશ પટેલ
(શબ્દસ્પર્શ)
http://kcpatel.wordpress.com/
khoob saras gazal. moj padi.I realy like your love with gurjari. salam.
જવાબ આપોકાઢી નાખોકદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
જવાબ આપોકાઢી નાખોસાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ