લગભગ એક વર્ષ જુની ગઝલ જે આપે અહીં માણી હતી એ બે શેર બદલીને ફરીથી...
ટોચ માટેની લડત છે
ને તળેટીની મમત છે
વાંક પગલાનો નથી પણ
આ સફર તો જડભરત છે
એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે
ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?
સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે
તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે
---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007, સુધાર્યા તારીખ - ૧૯ નોવેમ્બર, ૦૮
Very nice Ghazal!
જવાબ આપોકાઢી નાખોEnjoyed almost all shers of your Ghazal, Gunjanbhai!
Sudhir Patel.
simply superb !!
જવાબ આપોકાઢી નાખોenjoyed loooooot ...
ઘર કદી પૂછે નહી કે
જવાબ આપોકાઢી નાખોઆવવાનો આ વખત છે?
- અદભુત શેર... વાહ!