મંગળવાર, ઑક્ટોબર 14, 2008

ગઝલ- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મત્લાના શેરથી જ આ ગઝલ અલગ મિજાજ બાંધી આપે છે. બહારની દુનિયામાં સ્પર્ધા જીતી અને ટોચ પર પહોંચવું એ સૌથી અગત્યનું છે. જ્યારે ભીતર જાઓને તો કોઇ શિખર હોતું નથી અને કોઈ ટોચ નહિં. અને ભીતર જેવો રદીફ લઈને ગઝલ કરવા બેસવુ એ જ મોટા યુધ્ધ જેવી વાત છે..કે પછી આ કવિને ભીતરથી આવું બધું સાહજિકતાથી લખવાની ખાસ સગવડ મળે છે!



શિખર નથી કે ચડાય ભીતર,
હલો-ચલો ત્યાં પડાય ભીતર.

ઊંડે ઊંડે ગજબ ગગન છે,
પાંખ વિના પણ ઉડાય ભીતર.

સદભાગી ખેલે સમરાંગણ,
લખચોરાસી લડાય ભીતર.

બાહરનું બાહર મૂક્યું તો,
ક્યાંય કશે નહિં દડાય ભીતર.

'મિસ્કીન' સળગાવી દે સઘળું,
ખરેખરું જો રડાય ભીતર.

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/14/2008 10:42 PM

    તમારી વાત સાચી જ છે,
    ભીતર જેવો રદીફ લઈને ગઝલ કરવા બેસવુ એ જ મોટા યુધ્ધ જેવી વાત છે..!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/15/2008 6:27 AM

    Wonderful gazal from Rajesh Vyas.
    Enjoyed its 'Mijaj' completely.
    Thanks, Gunjanbhai, for such a nice posting.
    Sudhir Patel.

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/15/2008 11:24 PM

    મારી પ્રિય 'મારી ભીતર' રદીફવાળી વિવેકની ગઝલ મને યાદ આવી ગઈ...!

    http://vmtailor.com/archives/46

    જવાબ આપોકાઢી નાખો