ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.
Quiz – મક્તાનો (છેલ્લો) શેર વાંચીને તરત ‘વરસોના વરસ લાગે’ ગઝલનો કોઈ શેર યાદ આવે છે??
prize for quiz ?
જવાબ આપોકાઢી નાખોમને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
nice gazal.......
આખી ગઝલ જ યાદ આવે
જવાબ આપોકાઢી નાખોતેમાં પણ છેલ્લો શેર કેમ ભૂલાય?
ક્ષણોને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસો ના વરસ લાગે
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભુંસી દઊં
અરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરી થી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે..
પ્રજ્ઞાજુ વ્યાસ્
અરે વાહ પીંકીબેન - જે માંગો એ ઈનામ!
જવાબ આપોકાઢી નાખોઅહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
જવાબ આપોકાઢી નાખોઅષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
- આ શેર પરથી કંઈ યાદ આવ્યું?
(કાલિદાસનું મેઘદૂત... રામગિરિની ટોચ.. યક્ષ... અષાઢની સાંજ... વાદળ... અને અલકાપુરી...)