સોમવાર, ઑગસ્ટ 04, 2008

ધબકારાનો વારસ.... અશરફ ડબાવાલા

આજે મારા પ્રિય શાયર, શિકાગોવાસી શ્રી અશરફ ડબાવાલા...એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક જે ગઝલ પરથી આવ્યું એ ગઝલ પેશ છે.


છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે'વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

2 ટિપ્પણીઓ:

  1. અદભુત રચના. મત્લાનો શેર તો ગજબનાક છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/05/2008 11:23 AM

    સાચે જ સુંદર ગઝલ...

    રદીફ પણ સરસ નિભાવી છે...

    જવાબ આપોકાઢી નાખો