શુક્રવાર, જુલાઈ 25, 2008

ચાલને ચાલ્યા જઈએ...તુષાર શુકલ

જે નથી આવતો એવો વરસાદ..કદાચ આ ગીત સાંભળીને આવી જાય એવી આશા સાથે...તુષાર શુક્લના શબ્દોથી શોભતું આ ગીત...સ્વર નિયોજન : શ્યામલ-સૌમિલ.



ભીંજીયે ભીંજાઈએ વ્હાલમા વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં.

આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન,
હું ઘટા ઘેઘૂર, ઓઢું આજ આષાઢી ગગન.
જાણીયે-ના જાણીયે કે આ અગન છે કે લગન,
તુંયે ઓગળ-હુંયે થોડું પીગળું ઉનમાદમાં.....ચાલને ચાલ્યા જઈએ.......

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું હજી,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વરસવાનું વધું.
છે વરસવાનું વધું જો છે તરસવાનું વધું,
ના મજા મોસમની બગડે વ્યર્થના વિખવાદમાં..... ચાલને ચાલ્યા જઈએ.......

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત7/26/2008 12:29 AM

    વાહ ગુંજનભાઇ...
    મસ્ત ગીત શોધી લાવ્યા ને તમે તો..!

    Thank you.. Thank you...
    આ અમેરિકાના East Coast વાળાઓને જલસા છે આજકાલ...
    તુષાર શુક્લ, સંજય ઓઝા, શ્યામલ-સૌમિલ-આરતી મુન્શી.. કેટલા બધા કલાકારોનો લ્હાવો મળે છે...!!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત7/26/2008 5:00 PM

    વાહ ગુંજનભાઈ.. મજા આવી ગઈ ગીત માણવાની... અને શબ્દો જો હોય તુષારજી ના.. ત તો કહેવું જ શું..! આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  3. It was a pure joy and pleasure to read and listen this beautiful creation.What an epitome of feelings of rainy season.Only a true Indian can judge what it is to receive those heavenly rains that give birth to such a beautiful inspiration.Congrats to the poet Shri Tushar Shukla and Shri Gaurand Vyas,Shri Shyamal-Saumil Jodi.

    જવાબ આપોકાઢી નાખો
  4. It was a pure joy and pleasure to read and listen this beautiful creation.What an epitome of feelings of rainy season.Only a true Indian can judge what it is to receive those heavenly rains that give birth to such a beautiful inspiration.Congrats to the poet Shri Tushar Shukla and Shri Gaurand Vyas,Shri Shyamal-Saumil Jodi.

    જવાબ આપોકાઢી નાખો
  5. It was a pure joy and pleasure to read and listen this beautiful creation.What an epitome of feelings of rainy season.Only a true Indian can judge what it is to receive those heavenly rains that give birth to such a beautiful inspiration.Congrats to the poet Shri Tushar Shukla and Shri Gaurand Vyas,Shri Shyamal-Saumil Jodi.

    July 27, 2008 8:46 PM

    જવાબ આપોકાઢી નાખો