રવિવાર, માર્ચ 25, 2007

સાલું લાગી આવે

શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ...

ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,



હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર


પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,


જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ

આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..

મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..


પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે

કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે

હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...

સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે


અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...


તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે

7 ટિપ્પણીઓ:

  1. Hi Gunjan,

    You inspired me to write more to it... here it is..

    Patthar samji ne jene thes mari ne,
    mandir na raste agal nikli gaya hoiye,

    Aney ej patthar jyaare bhagwaan nikley tyaare salu laagi aavey...

    Bhavlo.

    જવાબ આપોકાઢી નાખો
  2. તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
    હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે


    મને બહુ જ ગમતી કડી... અમદાવાદમાં શ્યામલ સૌમીલ મુન્શીના કંઠે સાંભળી હતી, અને આખી ગઝલ વાંચવાની બહુ જ ઇચ્છા હતી તે પુરી થઇ. આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  3. અરે દીકરા! મને મુકેશ જોશી વીશેની માહીતી અને ફોટો મેળવી આપે તો વ્હાલો કરું તને....

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત8/01/2007 5:59 PM

    u r too good
    i like your poems
    keep it up.........

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત11/04/2010 11:23 PM

    It took me a long time to search on the net, only your site unfold the fully details, bookmarked and thanks again.

    - Lora

    જવાબ આપોકાઢી નાખો