સોમવાર, જુલાઈ 11, 2011

પણ નથી...ગુંજન ગાંધી


પલળી જવાય એવો વરસાદ પણ નથી,
તું યાદ રાખવાની, એ યાદ પણ નથી.

એ સ્પર્શની મજાની હું વાત નહી કરું,
શબ્દોમાં સાલી એવી મરજાદ પણ નથી.

ઘૂંટણ અહીંયા સૌના ચરણો બની ગયા,
ને ઘાસ જેવો કોઈ અપવાદ પણ નથી.

પરસેવો ટેરવાને એ રંજથી કહે,
એવો નસીબ સાથે સંવાદ પણ નથી.

તારા વગરની એને, હું સાંજ ના કહું,
ને આમ એ દિવસમાં છે, બાદ પણ નથી.

Was written from June 18 to July 10, 11 and revised on 01 Jan, 12

2 ટિપ્પણીઓ:

  1. ફરી એકવાર સુંદર ગઝલ...

    ગાગાલગા લગાગા ગાગાલગા લગા - આ છંદ છે?

    જો એ હોય તો, મારી દૃષ્ટિએ-

    ને યાદ રાખવું તને, યાદ પણ નથી
    તારા વગરની સાંજને, સાંજ ના કહું,

    - આ બે મિસરામાં તકલીફ લાગે છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. Vivek, thanks for pointing out - yes changing it was pending for long time, done finally.

    જવાબ આપોકાઢી નાખો