કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]
- સૌમ્ય જોશી
કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.
tadka to aakara lagvana j pan satst tadakama raheta manas mate vachama aavto ghadikno chhayo asahy lage chhe, a kayam a.c. ma raho to samjay.
જવાબ આપોકાઢી નાખોsaumyni aavi aakari vat !
lage raho, nijanand ke liye.

અદભૂત સૌમ્યભાઈ!
જવાબ આપોકાઢી નાખોતડકા-છાંયડાની પરિભાષા જ સમૂળગી બદલાઈ ગઈ
છે. આટલી સુંદર રચનાઓ એક સાથે વાંચવા મળી શકી એ બદલ ગુંજન ભાઈનો આભાર.....