રવિવાર, ઑક્ટોબર 28, 2007

જાણી બુઝીને અમે અળગા

શ્રી હરિન્દ્ર દવેનું આ બહુ જ જાણીતુ ગીત “જાણી બુઝીને અમે અળગા ચાલ્યા”– ટહુકો.કોમ પર 30મી જૂને મૂકાયું હતું...ફરી મુકવાનું કારણ?? કારણ.. મારા બ્લોગનો એક નવો પડાવ..એ શું? મારી પાસે ઓડિયો કેસેટના સ્વરૂપે ઘણા ગીતો પડ્યા હતા..જયશ્રીએ ભારતની મુલાકાત વખતે ખાસ્સું પ્રોત્સાહન આપ્યું એને digitize કરવાનું અને એનું પરિણામ તમારી સામે છે..વેલ..વેલ વેલ..પરેશ ભટ્ટના પોતાના અવાજમાં એમનું આ composition!!!!!... વચ્ચે એમણે આ ગીતને ખૂબ સુંદર રીતે સમજાવ્યું પણ છે...બહુજ જૂની કેસેટ જેની quality જ બહુ સરસ નથી (જયારથી મારી પાસે આવી 1992-93માં ત્યારથી જ), તો એનું mp3 ફોર્મેટ ખૂબ સુંદર ના જ હોય..પણ સાંભળતી વખતે ફક્ત એની historic value ધ્યાનમાં રાખવા વિનંતિ..તો હવે તમારી અને પરેશ ભટ્ટની વચ્ચે વધુ આવ્યા વિના, લો આ પ્રસ્તુત છે....





જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


આ ગીત માટે આભાર..
ટહુકો.કોમ

7 ટિપ્પણીઓ:

  1. પ્રિય ગુંજન, તારી કોશિષ કાબિલે-દાદ છે! આનાથી વધુ સારી ક્વોલિટી થઈ શકતી હોય તો વધુ સારું! ડીસ્ટર્બંસને અવગણવાનું જરા અઘરું લાગ્યું, પણ જ્યારે પરેશભાઈ ગીતને સમજાવે છે ત્યારે સંગીત મિનિમમ થઈ જતું હોવાથી ડીસ્ટર્બંસ જરા ઓછું થઈ જાય છે... એટલે જરા સાંભળવું ગમ્યું! આભાર...


    -ઊર્મિ www.urmisaagar.com

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/30/2007 2:03 AM

    vaah Gunjanbhai...

    kharekhar maza aavi gai..

    ek to maru fav geet, ane upparthi tame mara kahevathi ene mp3 karaavyu.. e bahu gamyu.

    i m eagerly waiting for more such gems from your collection.!!

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત10/30/2007 5:28 PM

    વાહ ગુંજનભાઈ..

    હરીન્દ્રભાઈ ની આ રચના પીરસીને તમે તો મને તમારો ઋણી બનાવી દીધો. ગાયક શ્રી પરેશ ભટ્ટની ગાયકી નો તો અંદાઝજ કંઈક ઓર છે. બહોત ખૂબ.. શબ્દોમાં વર્ણવી નથી શકતો કે કેટલો આનંદ થયો..

    આભાર ભાઈ.. આભાર

    ભાવિન ગોહિલ

    જવાબ આપોકાઢી નાખો
  4. aa badhi rachanao vanchi hati badhe pan sambhadava tamara blog par mali..saras pan jara disturbance tame door kari sako to bahu vadhaare maja ave..sorry pan mane vadhare saras sambhadavu chhe..etale..kidhu..baki tamaro prayass bahu saras chhe..navi avnaari generation aa badhu bhuli jase to anhi thi sambhadavi sakase..amara thi..
    thanks

    જવાબ આપોકાઢી નાખો
  5. aa badhi rachanao vanchi hati badhe pan sambhadava tamara blog par mali..saras pan jara disturbance tame door kari sako to bahu vadhaare maja ave..sorry pan mane vadhare saras sambhadavu chhe..etale..kidhu..baki tamaro prayass bahu saras chhe..navi avnaari generation aa badhu bhuli jase to anhi thi sambhadavi sakase..amara thi..
    thanks

    જવાબ આપોકાઢી નાખો
  6. વાહ ગુંજનભાઈ..

    હરીન્દ્રભાઈ ની આ રચના પીરસીને તમે તો મને તમારો ઋણી બનાવી દીધો. ગાયક શ્રી પરેશ ભટ્ટની ગાયકી નો તો અંદાઝજ કંઈક ઓર છે. બહોત ખૂબ.. શબ્દોમાં વર્ણવી નથી શકતો કે કેટલો આનંદ થયો.. k.bhatt@yahoo.com or kbsaphr@gmail.com

    આભાર ભાઈ.. આભાર

    ભાવિન ગોહિલ

    જવાબ આપોકાઢી નાખો
  7. bahu saras rachana che aapani bahu var me vanchi chata haju man thay mane vanchvanu evi che

    very nice

    જવાબ આપોકાઢી નાખો